નાઇઝીરીયા પૂર અને વરસાદથી બેહાલ થયું છે જેથી સ્થિતિ એટલી બગડી ચુકી છે કે, અત્યાર સુધીમાં 600 કરતા વધારે લોકોનાં મોત થઇ ચુક્યા છે. મળતી માહિતી અનુસાર, ભારે વરસાદના કારણે પૂર આવ્યું તેમાં 603 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જયારે 2400થી વધારે લોકોને ઇજા પહોંચી છે. માનવીય ઘટનાના મંત્રી સાદિયા ઉમર ફારુકી એ કહ્યું કે, ગત તા.16 ઓગસ્ટના રોજ આવેલા પૂરથી 2,72,000 એકર ખેતરોનો પાક નાશ પામ્યો.
તેનાથી ખાદ્ય પુરવઠો ઓછો થવાનું સંકટ વધી ગયું છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને UN ફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન એ અગાઉના મહિને કહ્યું હતું કે, નાઇઝીરીયાનો 6 એવા દેશોમાં સમાવેશ થાય છે જે ભૂખમરાના વિનાશક સંકટનો સામનો કરી રહ્યા છે. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી એ કહ્યું કે, વરસાદની શરૂઆત જૂન મહિનાની આસપાસ શરૂ થતી હોય છે, ઓગસ્ટ પછી વરસાદે વિકરાળ રૂપ બતાવવાનું શરુ કર્યું હતું.
જોકે ઓગસ્ટમાં આવેલા પૂરથી નાઇઝીરીયામાં 36 રાજ્યોમાં 33 રાજ્યો પ્રભાવિત થયા છે. લાખો લોકો ઘર છોડવા માટે મજબૂર થયા. કોગીક રાજ્ય બીજા સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. ત્યાં લોકો જરૂરિયાતનો સામાન પણ પોતાના જીવ જોખમમાં મૂકીને બહાર જવું પડે છે. સ્થાનિક વહીવટીતંત્ર હજારો લોકોને તેમના ઘરોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં વ્યસ્ત છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500