કોલંબિયાનાં રિસારાલ્ડા પ્રાંતમાં વરસાદનાં કારણે થયેલા ભૂસ્ખલનમાં એક બસ અને અન્ય વાહનો દટાઈ ગયા હતા, જેમાં ઓછામાં ઓછા 33 લોકોનાં મોત થયા છે. જયારે સોમવારે કોલંબિયાનાં રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોની સાથે છે. કોલંબિયાનાં ગૃહ પ્રધાન અલ્ફોન્સો પ્રાડાએ કહ્યું કે, આ ઘટનાથી અમે બધા ખૂબ જ દુઃખી છીએ. અત્યાર સુધીમાં અમને 3 સગીર સહિત 33 મૃતદેહ મળ્યા છે. આ ઉપરાંત 9 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે જેમાંથી ચારની હાલત ગંભીર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application