Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેડકીનાકા પાસેથી દારૂની ૬૦૦ બાટલીઓ સાથે બે જણા ઝડપાયા,કુલ ૬૫,૬૦૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

  • August 28, 2020 

ઉચ્છલના બેડકી નાકા પાસેથી દારૂ ભરેલી ગાડી સાથે બે જણાને ઝડપી પાડી પોલીસે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો છે, ઉચ્છલ તાલુકાના બેડકી નાકા પાસે ઉચ્છલ પોલીસ દ્વારા વાહન ચેકિંગ કામગીરી ચાલી રહી હતી.

 

તે દરમિયાન ક્રુઝર તુફાન ગાડી નંબર જીજે/૦૫/જેએ/૩૨૮૬ માં તપાસ હાથ ધરતા ગાડી માંથી ભારતીય બનાવટનો રૂ.૧૫,૬૦૦/-નો દેશીદારૂની ૬૦૦ નંગ બાટલીઓ મળી આવી હતી. આ બનાવમાં યુવરાજ શ્રાવણભાઈ પાટીલ રહે, લામકાની જી.ધુલિયા (મહારાષ્ટ્ર) અને પ્રવીણ અશોકભાઈ માલી હાલ રહે, કડોદરા એસ્સાર પેટ્રોલ પંપ આરાધના સોસાયટી તા.પલસાણા જી.સુરત,બંને જણાની અટક કરી પૂછપરછ હાથ ધરતા મહારાષ્ટ્રના નવાપુર ખાતે આવેલ એસ.એમ.અગ્રવાલ,કાકા વાઈન શોપનો મેનેજર નંદુ પાસેથી દારૂનો જથ્થો લઇ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

 

બનાવ અંગે એએસઆઈ નારાયણભાઈ રામજીભાઈની ફરિયાદના આધારે બંને આરોપીઓની અટક કરી દારૂ સહિત ક્રુઝર તુફાન ગાડી મળી કુલ ૬૫,૬૦૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી નવાપુરના નંદુ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application