કાતિલ કોરોના ના કહેર વચ્ચે આજરોજ વધુ ૬ કેસ સામે આવ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર તા.૨૭મી ઓગસ્ટ નારોજ જીલ્લામાં કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા છે.
જેમાં વ્યારામાં ૧ કેસ, વાલોડમાં ૩ કેસ,નિઝર અને સોનગઢમાં ૧-૧ કેસ મળી કુલ ૬ કેસ સામે આવ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક ૨૮૫ પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાથી આજદિન સુધી કુલ ૧૮ દર્દીઓના મોત નિપજ્યા છે. કુલ ૨૨૧ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. હાલ ૪૬ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આજે નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ.....
(૧) ૧૭ વર્ષિય મહિલા,વલ્લભનગર પાસે બાજીપુરા-વાલોડ
(૨) ૪૦ વર્ષિય પુરુષ, વલ્લભનગર પાસે બાજીપુરા-વાલોડ
(૩) ૨૪ વર્ષિય મહિલા, પાથરડા બજાર ઉકાઇ-સોનગઢ
(૪) ૪૫ વર્ષિય મહિલા, ચોરા ફળિયુ રોડ-ગોલણ-વાલોડ
(૫) ૫૪વર્ષિય પુરુષ, ફ્લાવર સીટી-વ્યારા
(૬) ૧૭ વર્ષિય પુરુષ, નિઝર
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500