સોનગઢ હાઇવે પરના માંડળ ટોલનાકા પાસેથી ટેમ્પોમાં ગેરકાયદે રીતે લઈ જવાતી ૮ ભેંસો તથા ૪ પાડીયા સાથે ૬ શખ્સને પોલીસે ઝડપી પાડયા છે.
સોનગઢ તાલુકાના માંડળ ટોલનાકા પાસેથી આજરોજ સવારે ૭:૦૦ વાગ્યાના અરસામાં શંકાસ્પદ રીતે પસાર થતો ટેમ્પો નંબર જીજે/૩૩/આઈ/૧૨૫૭ ને પોલીસે અટકાવી તેમાં તપાસ કરતા ટેમ્પાની અંદર ખીચોખીચ રીતે ભરેલી ૮ ભેંસ અને ૪ પાડીયા મળી આવ્યા હતા.
ભેંસો અને પાડીયાને ટૂંકી દોરી વડે બાંધી ઘાસચારો કે પાણીની સગવડ વિના લઈ જવાતા હોય.
ઉપરાંત ટેમ્પોમાં હેરાફેરી કરાતી ભેંસો-પાડીયા માટે કોઇપણ પ્રકારના પ્રાથમિક સારવારના મેડિકલ સાધનો તથા સક્ષમ અધિકારીના કે વેટરનરી ઓફિસરના પ્રમાણપત્રો પણ ન હોવાથી પશુઓની ગેરકાયદે હેરાફેરી કરનાર
(૧) હુસેન વલી વાડિયા રહે,વલ્લભીપુર જી.ભાવનગર (૨) હરગોવિંદ કિશોર મહેતા રહે, બસ સ્ટેન્ડ પાછળ તા.બોટાદ જી.ભાવનગર (૩) સુનિલ દિલીપ પાટીલ રહે, સિંધખેડા જી.ધુલિયા (મહારાષ્ટ્ર) (૪) જીતેન્દ્ર કાશીનાથ પાટીલ રહે, સિંધખેડા જી.ધુલિયા (મહારાષ્ટ્ર) (૫) પાઉબા નાનાભાઈ બોરસે રહે, સિંધખેડા જી.ધુલિયા (મહારાષ્ટ્ર) (૬) સોનુ રવિન્દ્ર પવાર રહે, સિંધખેડા જી.ધુલિયા (મહારાષ્ટ્ર) કુલ ૬ ઈસમોની પોલીસે અટક કરી તેઓની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે ૮૪ હજારની કિંમતની ૮ નંગ ભેંસ અને ૪ પાડીયા તેમજ રૂા.૫ લાખની કિંમતની ટેમ્પો કબજે લીધો છે,અબોલ પશુઓને મહારાષ્ટ્રના કતલખાને લઇ જવાતા હોવાની આશંકા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500