Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:કોંગ્રેસ દ્વારા ચક્કાજામ:કેન્દ્રની નીતિ વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યા:બે ધારાસભ્યો સહિત ૫૦ જેટલા કોંગ્રેસી આગેવાનોની અટક

  • June 10, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂતો સહીત સામાન્ય જન ને વિવિધ મુદ્દે અન્યાય કરી રહી હોવાના આક્ષેપો સાથે વિરોધ પક્ષ એવો કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાય સમયથી અલગઅલગ રીતે ઠેકઠેકાણે દેખાવો થઇ રહ્યા છે.ત્યારે આજરોજ તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ વ્યારા માંથી પસાર થતા ઉનાઈ નાકા પાસેના રોડ પર બેસી કેન્દ્રની નીતિ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. દેશભરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ગુજરાતના ખેડૂતોએ પણ ટેકો આપ્યો છે.દેશભરમાં ૧ થી ૧૦ જૂન સુધી ખેડૂતોનું આંદોલન શરૂ થયું હતું.ત્યારે ગુજરાતના ખેડૂતોએ પણ શાકભાજી-દૂધ રોડ પર ફેંકીનો પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.ખેડૂતોના આ આંદોલનને ગુજરાત કોંગ્રેસે પણ ટેકો આપ્યો હતો.ગુજરાત કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ખેડૂતો સાથે રસ્તા પર આવી ગયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.તાપી જિલ્લાના વ્યારા ખાતે પણ આજરોજ વ્યારા,નિઝર વિધાનસભાની બેઠક ના ધારાસભયો  સહીત કોંગ્રેસી આગેવાનોએ ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વ્યારા ઉનાઈ રોડ પર બેસીને ચક્કાજામ કર્યો હતો,જેને લઇ કેટલાક સમય માટે વાહનોના પૈંડા થંબી ગયા હતા,પોલીસે દરમ્યાનગીરી કરીને બે ધારાસભ્યો,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના ૫૦ થી વધુ કોંગ્રેસી આગેવાનો ને ડિટેઇન કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.કોંગ્રેસ દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવતા લોકોને પડતી મુશ્કેલી બાબતે ફરી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય રોટલો શેકવાની પરંપરા આગળ વધી રહી છે જેને લઈને સામાન્ય લોકોના પ્રશ્નો ફરી કોરાણે મુકાઈ તેવું લોકો માની રહયા છે.   High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application