Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીના ખેપિયાઓ બાઈકમાં ચોરખાનું બનાવી કરી રહ્યા હતા ઈંગ્લીશદારૂની હેરાફેરી,તાપી જીલ્લા એલસીબીએ ઝડપી પાડ્યા

  • August 27, 2020 

મોટર સાયકલની પેટ્રોલ ટાંકી અને સીટ નીચે ચોરખાનું બનાવી દારૂ સપ્લાય કરતા બારડોલીના ચાર ખેપિયાને તાપી જીલ્લા એલસીબીએ સોનગઢના ચાપાવાડી ગામેથી ઝડપી પાડી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ તાપી એલસીબી શાખામાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતભાઈને મળેલ બાતમીના આધારે આજરોજ સોનગઢ તાલુકાના ચાપાવાડી ગામે આવેલ ચાર રસ્તા પાસેથી મોટર સાયકલ નંબર જીજે/19/એલ/એએસ/5284 અને જીજે/05/જીઈ/8576 બને મોટર સાયકલને ઝડપી પાડી તપાસ કરતા મોટર સાયકલના ચોરખાના માંથી દેશીદારૂ જેકપોટ બડી શોપ કંપનીની અને દેશીદારૂ સંતરા કંપનીની કુલ 144 નંગ બાટલીઓ મળી આવી હતી,

 

આ બનાવમાં (1) શંકરભાઈ શેલેષભાઈ ચૌધરી (2) સંજયભાઈ અમરસિંગભાઈ ચૌધરી (3) ગજાભાઈ વીરચન્દ્રભાઈ ચૌધરી ત્રણેય રહે,જૂની કીકવાડ, ગભાણ ફળિયું,બારડોલી જી.સુરત (4) કનુભાઈ ગુલાબભાઈ ચૌધરી રહે,વધાવા,નિશાળ ફળિયું-બારડોલી જી.સુરત ચારેય જણાની અટક કરી વધુ પૂછપરછ કરતા દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નવાપુર ખાતે આવેલ એમડી વાઈન શોપ પરથી ભરી આપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યુ હતું.

 

આ બનાવમાં લોકલ ક્રાઈમ બ્રાંચના હેડકોન્સ્ટેબલ જગદીશભાઈ જોરારામભાઈની ફરિયાદના આધારે દારૂની બાટલીઓ અને બંને મોટર સાયકલ મળી કુલ રૂપિયા 64,400/-નો મુદ્દામાલ જપ્ત કરી ચારેય આરોપીઓની અટક કરી નવાપુરના વાઈન શોપના એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application