નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે,જેમાં બુધવારે કેવડિયા કોલોનીના એક સાથે ૦૯ પોઝીટીવ કેસ સામે આવતા જિલ્લા માં ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું.
આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે નવા ૧૨ દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળાના ભાટવાડા-૦૧ ગરુડેશ્વર ના કેવડિયા કોલોની ખાતે-૦૯ તેમજ તિલકવાડા-૦૨ કેસ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૧૨ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૨૫ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૨ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૨૫ દર્દીઓ દાખલ છે. આજે ૧૦ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૫૫૨ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૬૨૮ પર પહોચ્યો છે.આજે વધુ ૪૯૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500