પોખરણ ગામની સીમ માંથી ટેમ્પોમાં લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડવામાં સુરત રેંજ આઈજી ની ટીમ ઓપરેશન ગૃપને વધુ એકવાર સફળતા મળી છે.
સુરત રેંજ આઈજીની ટીમ ઓપરેશન ગૃપનો સ્ટાફ આજરોજ તાપી જીલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સ્ટાફના માણસને બાતમી મળી હતી કે, એક બંઘ બોડીનો ટાટા-૪૦૭ ટેમ્પો નંબર MH/46/E/3459 નો,મહારાષ્ટ્ર ધુલીયાથી ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી સુરત પલસાણા તરફ જનાર છે અને હાલમાં નવાપુર પાસ થયેલ છે.
તે હકિકતના આધારે સોનગઢ તાલુકાના પોખરણ ગામની સીમમાં સાગર સ્ટોન કવોરીની સામે, સોનગઢથી વ્યારા જતા રોડ ઉપર સ્ટાફના માણસો છુટાછવાયા વોચમાં હતા.દરમ્યાન બાતમીમાં જણાવેલ ટાટા-૪૦૭ ટેમ્પો આવતા તેની રોકી તપાસ કરતા ટેમ્પોમાંથી ૧૨૯ ખાખી પુંઠાના બોક્ષમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કી તથા બિયરની બાટલી નંગ-૩૯૯૬ કિ.રૂ.૬,૪૪,૪૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ બનાવમાં યોગેશ ઓમપ્રકાશ જયસ્વાલ રહે,ઉદવાડા,જુના પરીયા રોડ,તા-પારડી, જી-વલસાડ તથા અનવર અહમદ વોરા રહે,ખાડા માર્કેટ, બીલીમોરા,તા-ગણદેવી, જી-નવસારી બને જણાની અટક કરી પૂછપરછ હાથ ધરતા ઇગ્લીશ દારૂનો જથ્થો નુર મહમદ અબ્દુલ વહાબ શેખ રહે, જુમ્મા મજીદ પાસે, જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાએ ઇગ્લીશ દારૂ ભરેલ ટેમ્પો ધુલીયા ખાતે આપેલ હતો અને વડોદરા ખાતે પહોચાડવાનો હોવાનું જણાવેલ, બનાવ અંગે ઓપરેશન ગૃપ,સુરતના હેડકોન્સ્ટેબલ બીપીનભાઇ રમેશભાઇની ફરિયાદના આધારે ટેમ્પો સાથે પકડાયેલા બને આરોપીઓની અટક કરી નંદુરબારના એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500