કાતિલ કોરોના ના કહેર વચ્ચે આજરોજ વધુ ૮ કેસ સામે આવ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર તા.૨૬મી ઓગસ્ટ નારોજ જીલ્લામાં કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા છે. જેમાં વ્યારામાં ૩ કેસ, વાલોડમાં ૧ કેસ,ડોલવણમાં ૩ કેસ તેમજ ઉચ્છલમાં ૧ કેસ મળી કુલ ૮ કેસ સામે આવ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક ૨૭૮ પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાથી આજદિન સુધી કુલ ૧૭ દર્દીઓના મોત નિપજ્યા છે. કુલ ૨૧૭ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. હાલ ૪૪ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના નોંધાયેલ કેસ....
(૧) ૫૬ વર્ષિય મહિલા,ડુંગરી ફળિયું-ડોલવણ
(૨) ૨૮ વર્ષિય મહિલા,હનુમાન ફળિયું,ઉચ્છલ
(૩) ૫૮ વર્ષિય પુરુષ,KAPS ટાઉનશીપ,અણુમાલા-વ્યારા
(૪) ૫૨ વર્ષિય પુરુષ,KAPS ટાઉનશીપ,અણુમાલા-વ્યારા
(૫) ૨૭ વર્ષિય પુરુષ,જનક હોસ્પિટલ ક્વાર્ટર્સ-વ્યારા
(૬) ૭૫ વર્ષિય પુરુષ,કોલીવાડ ફળિયું,બેડચીત-ડોલવણ
(૭) ૪૩ વર્ષિય પુરુષ,નિશાળ ફળિયું,વીરપોર-વાલોડ
(૮) ૪૮ વર્ષિય પુરુષ,ભંડારી ફળિયુ,ગાંગપુર-ડોલવણ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500