Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોડાઉનમાંથી તસ્કરો રૂ. ૨.૪૧ લાખની મત્તા ચોરી ફરાર

  • August 26, 2020 

રાંદેર રોડ તાડવાડી સ્થિત શિવ ઓમ સોસાયટીમાં આવેલા ખેમાણી માર્કેટીંગના ગોડાઉનમાં ત્રાટકેલા તસ્કરો અલગ-અલગ બ્રાન્ડની સિગારેટ, રોકડ અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર સહિત કુલ રૂ. ૨.૪૧ લાખની મત્તા ચોરીને ફરાર થઇ ગયા હતા.

સિટીલાઇટ રોડ સ્થિત અણુવ્રત દ્વાર નજીક સુર્યા પેલેસ કોમ્પ્લેક્ષમાં રહેતા અમીત વિજય ખેમાણી આઇ.ટી.સી લિમીટેડની ટોબેકો, લોટ અને બિસ્કીટની એજન્સી ધરાવે છે અને તેમનું ગોડાઉન રાંદેર રોડ તાડવાડી સ્થિત મેરૂલક્ષ્મી મંદિરની પાછળ શિવ ઓમ સોસાયટીમાં આવેલું છે. ગત રાત્રે તસ્કરોએ ખેમાણી માર્કેટીંગના ગોડાઉનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો ગોડાઉનના ઉપરના ભાગે ગેલ્વેનાઇઝના પતરાને લોખંડની નરાજ વડે તોડી અંદર પ્રવેશી અલગ-અલગ બ્રાન્ડની સિગારેટના રેક્ઝીનના ૬ થેલા જેમાં કુલ રૂ. ૧.૯૦ લાખની કિંમતની સિગારેટ હતી તે ઉપરાંત ગોડાઉનના કબાટનું લોક તોડી તેમાંથી રોકડા રૂ. ૫૦,૦૦૦ અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ રૂ. ૨.૪૧ લાખની મત્તા ચોરીને ફરાર થઇ ગયા હતા. સવારે ગોડાઉનના મેનેજરને જાણ થતા તેમણે અમીત ખેમાણીને જાણ કરી હતી. ઘટના અંગે રાંદેર પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News