Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પરવત પાટિયા વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાવાથી લોકોને હાલાકી

  • August 26, 2020 

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેના પગલે ગત રોજ મીઠી ખાડી ઓવરફ્લો થતા લિંબાયત અને પરવત પાટિયા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. જેમાં આજે પણ નીચાણવાળા લિંબાયત અને પરવત પાટિયા વિસ્તારમાં દુકાન, ઘર અને રોડ પાણીમાં ગરકાવ હોવાથી હાલાકીનો સામનો કરી રહ્ના છે. મીઠી ખાડી હજુ પણ ઓવરફલો હોવાના કારણે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે મશીનો મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત સાફ સફાઇની કામગીરી પણ યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.



છેલ્લા ૨૪ દિવસમાં  મીઠી ખાડી ત્રીજી વખત ઓવરફ્લો થઇ હતી. જેથી સણિયા હેમદ, કુંભારિયાગામ, પર્વતગામ વામ્બે આવાસ, પરવત પાટિયા વિસ્તારમાં આવેલ માધવબાગથી નેમીનાથ વિસ્તાર, ગોકુલનગર તથા લિંબાયતમાં, ફુલવાડી, કમરૂનગર, રજાચોક વિસ્તારમાં ફરી એકવાર ખાડીના પાણી ભરાયા છે.

 

જ્યારે વરાછા ચીકુવાડી પાસેની ખાડીનું સ્તર વધતા રસ્તા પર ૧ ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા છે.મીઠી ખાડીનું લેવલ ન ઘટવાને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા છે. લોકોના ઘરમાં પણ પાણી જોવા મળી રહ્ના છે. છેલ્લા કેટલાક દિવસથી આ હાલત છે. મીઠી ખાડી ઓવરફ્લો થતા લોકોના ઘરોમાં પાણી ભરાવાના કારણે હાલાકી ભોગવી રહ્ના છે. રોડ પર પણ પાણી ભર્યા અને દુકાનોમાં પણ પાણી ભરાયા છે. તંત્ર દ્વારા પંપ મૂકી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

જોકે, ખાડીના લેવલમાં ઘટાડો ન થતા પાણી ઓસરવાનું નામ લઈ રહ્ના નથી. મંગળવારે પણ પાણી ઓસર્યા નથી.મીઠી ખાડી હાલમાં તેના ડેન્જર લેવલથી ઉપરના લેવલથી વહી રહી છે. વધુમાં ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવી રહેલ પાણીના જથ્થાને ધ્યાને લઇ, ખાડી નજીકના વિસ્તારોમાં તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી હોય છે. જીથ ખાસ તકેદારી રાખવા વિનંતી તથા સુરત મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સ્થળાંતર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તે માટે જરૂરી સહકાર આપવા વિનંતી.તમામ વિસ્તારોમાં ફરીથી પાણી નિકાલ માટેના મશીનો મુકવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News