Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંડેસરાના પ્રમુખ પાર્કમાંથી રૂ. ૪૯,૫૦૦ની મત્તા સાથે ૮ જુગારી ઝડપાયા

  • August 26, 2020 

પાંડેસરાના પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીઝના ખાતા નં. ૬૦૬માં જુગાર રમી રહેલા ૮ ને પોલીસે રૂ. ૪૯,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.લુમ્સ કારખાનાના ત્રીજા માળે પતરાની રૂમમાં જુગાર રમતા હતા

પાંડેસરાના પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીઝના ખાતા નં. ૬૦૬ના ત્રીજા માળે પતરાની શેડમાં જુગાર રમાય રહ્ના હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા. જયાંથી જુગાર રમતા મેહુલ હસમુખ મોદી (રહે. બી/૨ ફ્લેટ નં. ૫૦૪, નક્ષત્ર રેસીડન્સી, મીલેનીયમ પાર્કની બાજુમાં, ડીંડોલી), મુકેશ સોમાભાઇ પટેલ (રહે. ૩૬, ગોપાલનગર, પાંડેસરા), ઉજવલ કલ્પેશ પ્રજાપતિ (રહે. ૩૦૧, રામેશ્વર ગ્રીન રેસીડન્સી, પાંડેસરા), વિનોદ નારાયણ પટેલ (રહે. ૧૨૩, બાલાજી શેરી, ઓમ નગર, ડીંડોલી), સુરેશ ગણેશ પટેલ (રહે. ટી/૨, ફ્લેટ નં. ૩૨૦, ઉમીયા નગર એપાર્ટમેન્ટ, ડીંડોલી), સતીષ જેન્તી પટેલ (રહે. ૬૦, બાલાજી બંગલો, ઓમ નગરની બાજુમાં, ડીંડોલી), અલ્પેશ પરસોત્તમ પટેલ (રહે. ૩૦૬, શક્તિ ટાવર, પ્રમુક પાર્કની બાજુમાં, પાંડેસરા) અને નરેશ મનહર પટેલ (રહે. પટેલ બંગ્લોઝ, ડીંડોલી) ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી જુગારની રમતના અને અંગ જડતીના મળી કુલ રૂ. ૪૯,૫૦૦ની મત્તા કબ્જે લઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News