દેડીયાપાડાના ધાટોલી ગામ પાસે ગતરોજ સાંજ ના સમયે ફરિયાદી મોહનદાસ મારૂતિ મેદગે ઉં.વ ૩૨ રહે શિરશી, કર્ણાટક પોતે ડ્રાઈવર અને પોતાનો ક્લીનર પ્રશાંતભાઈ શરણપા ગંગાનુર સાથે રાજપીપળા થી આગળ ઉમલ્લા રોડ પર આવેલ રાજેશ કોરી નામની કંપનીના દોરા ટ્રકમાં ભરીને હૈદરાબાદ જવા નીકળ્યા હતા.
રાજપીપળાથી મોવી થઈ ડેડીયાપાડા તરફ જતા રસ્તેના ગાજરગોટા ગામથી આગળ ધાટોલી ગામ તરફ આવતા ત્રણને ટુ વ્હીલર વાહનો નંબર Gj-16-CM-8791,Gj- 16C-1074, GJ-22-J-5322 પર ૪ માણસો પૈકી પ્રિયાંક સંજયભાઈ વસાવા,વિશાલ સુખદેવ ભાઈ વસાવા, કિરણ સંજય ભાઈ વસાવા,તુષાર સંજયભાઈ વસાવા ચારેય રહેવાસી.તવડી ,તા ઝઘડિયા,જી ભરૂચ બેસીને આવેલ અને ટ્રક ને રોડ ની સાઈડ પર ઊભી રાખવા ઇશારો કર્યા બાદ ટ્રક સાઈડ ઉપર ઊભી રાખતા આ ચાર ઈસમો પૈકી એક ઈસમે રોડ ઉપરથી પથ્થર લઈ ટ્રકના કાંચ ઉપર છૂટો માર્યો જયારે બીજા ઈસમે પણ છૂટો પથ્થર મારતાં ફરિયાદીના કાન ઉપર વાગ્યો હતો ટ્રક નો દરવાજો ખોલી ટ્રક માં જઇ ટ્રક ડ્રાઈવર ને ચાર પાંચ લાફા મારી ખિસ્સા માંથી ૫૦૦/- રૂપિયા અને ટ્રકમાં લગાવેલી ટેપ કાઢી લીધી હતી.
આ દરમિયાન ત્યાંથી પસાર થતા રાહદારી,વાહન ચાલકોમાંથી કોઈ જાગૃત વ્યક્તિ એ ડેડીયાપાડા પોલીસને ધટનાની તુરંત જાણ કરી દેતાં ડેડીયાપાડા પોલીસ ગણતરીના સમયમા જ ઘટના સ્થળે પોહચી ને ચારેય લૂંટારાને ઝડપી પાડયાં હતા. આમ ડેડીયાપાડા પોલીસની સતર્કતાને પગલે લુટ કરીને તરખાટ મચાવતી લૂંટારું ચોર ગેગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી ડેડીયાપાડા પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાયૅવાહી હાથ ધરી વધુ તપાસ આદરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500