વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પી.જી.ના વિષયો જેવા કે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર,ગુજરાતી, ઈતિહાસ,અંગ્રેજી,હિન્દી,એમ.કોમ.,બી.એઙ વિગેરે તમામ વિષયોમાં અભ્યાસ કરતા તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર છે. તાપી જિલ્લાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સુરત શહેરમાં આવતી કોલેજો અને ધરમપુર,વલસાડ, જંબુસર,નવસારી વિગેરે શહેરમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા. હાલમાં કોરોના મહામારીની પરિસ્થિતિના કારણે P G ના કોર્ષ પરીક્ષાના કેન્દ્રો તાપી જિલ્લામાં ફાળવવામાં આવે તેવી વિદ્યાર્થીઓ વતી વ્યારા NSUI ગૃપ ના પ્રમુખ જાદવ અવિનાશ આર. એ તા.૦૨/૦૭/૨૦૨૦ ના રોજ તાપી જિલ્લા કલેકટરશ્રી અને વી.એન.એસ.જી.ના કુલપતિને રજૂઆત કરી હતી.
તાપી કલેકટર શ્રી આર.જે.હાલાણીના સંનિષ્ઠ પ્રયાસોથી પીજીના વિદ્યાર્થીર્ઓની માંગનો સત્વરે ઉકેલ આવ્યો.
વિદ્યાર્થીર્ઓની મુશ્કેલીને ધ્યાનમાં લઇને VNSGU યુનિવર્સિટીના ઈ. કુલપતિ શ્રી હેમાલી દેસાઈને તાપી કલેકટરશ્રી આર.જે.હાલાણી એ તાત્કાલિક સંપર્ક કરી ઉપરોકત બાબતને અગ્રિમતા આપી વિદ્યાર્થીઓના પ્રશ્નોનો સુખદ ઉકેલ આવ્યો છે. આજ તા.૨૫/૦૮/૨૦૨૦ ના રોજ કુલપતિશ્રીએ તાપી જિલ્લાની તમામ કોલેજોના વિદ્યાર્થીઓને પી.જી.ના તમામ કોર્ષના પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. તેવી બાંહેધરી આપી હતી. જેથી પરિક્ષાથી ચિંતિત વિદ્યાર્થીઓને કારકિર્દીનો પ્રશ્ન મુંઝવતો હતો. પરંતુ કલેકટરશ્રી હાલાણીના સંનિષ્ઠ પ્રયાસોના કારણે વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ થતા પી.જી.કોર્ષના વિદ્યાર્થીઓએ પરીક્ષા બાબતે પોતાની કોલેજમાં સંપર્ક કરવા કુલપતિએ જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500