Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નૌગામા પારડી ના 66 વર્ષીય આધેડનું કોરોનાથી મોત, આજરોજ કોરોનાના વધુ 6 કેસ સાથે બારડોલીમાં કુલ આંક 612 થયો

  • August 26, 2020 

કોરોના વાયરસના કહેર વચ્ચે કોરોનાની સારવાર લઇ રહેલા નૌગામા પારડી ગામના 66 વર્ષીય આધેડનું મોત નીપજ્યું છે. આ સાથે સરકારી ચોપડે મૃત્યુ આંક પણ 24 નોંધાયો છે.

 

તા.25મી ઓગસ્ટ નારોજ બારડોલી તાલુકામાં વધુ 6 વ્યક્તિઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ સાથે બારડોલીમાં કોરોના દર્દીઓના કુલ આંક 612 થયો છે. જે પૈકી કુલ 471 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 117 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જયારે મૃત્યુ આંક 24 પર પહોચ્યો છે. આજરોજ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 174 સેમ્પલ લેવાયા છે.તમામનો રીપોર્ટ પેન્ડીંગ,

 

બારડોલીમાં ક્યાં-ક્યાં કેસ નોંધાયા ?? એક નજર કરીએ..

 

(1) 23 વર્ષીય યુવતી,સોની ફળિયું,કડોદ-બારડોલી,

(2) 57 વર્ષીય આધેડ,શ્યામ સીટી,ઇસરોલી-બારડોલી,

(3) 35  વર્ષીય પુરુષ, પટેલ ફળિયું,આફવા-બારડોલી,

(4) 33 વર્ષીય યુવક, સરદાર વિલા,ધામરોડલુંભા-બારડોલી,

(5) 51 વર્ષીય પુરુષ, પટેલ ફળિયું, ધામરોડલુંભા-બારડોલી

(6) 70 વર્ષીય આધેડ,નાગેર ફળિયું,કડોદ-બારડોલી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application