કાતિલ કોરોના ના કહેર વચ્ચે આજરોજ નવા 5 કેસ સામે આવ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર તા25મી ઓગસ્ટ નારોજ જીલ્લામાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે. જેમાં સોનગઢ તાલુકામાં 2 કેસ,વ્યારામાં 2 કેસ તેમજ વાલોડના બાજીપુરામાં 1 કેસ મળી કુલ 5 કેસ સામે આવ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 270 પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાથી આજદિન સુધી કુલ 17 દર્દીઓના મોત નિપજ્યા છે. કુલ 212 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. હાલ 41 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.આજરોજ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના કુલ 953 સેમ્પલ લેવાયા આવ્યા છે, તમામનો રીપોર્ટ પેન્ડીંગ.
આજરોજ કોરોના પોઝીટીવ દર્દીઓના નોંધાયેલ કેસ....
(1) 70 વર્ષીય મહિલા,કાનપુરા-વ્યારા, (2) 25 વર્ષીય યુવક,કેએપીએસ, ટાઉનશીપ,અણુમાલા-વ્યારા, (3) 27 વર્ષીય યુવક,ગાલખડી,સોનગઢ, (4) 51 વર્ષીય પુરુષ,બાપાસીતારામ નગર-સોનગઢ, (5) 36 વર્ષીય મહિલા,ઘનશ્યામ નગર,બાજીપુરા-વાલોડ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500