કાતિલ કોરોના ના કહેર વચ્ચે તાપી જીલ્લાની કોવિડ-19 ડેડીકેટેડ જનરલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા વધુ 3 દર્દીઓના મોત નિપજ્યા છે. વ્યારાની વૃંદાવન સોસાયટીમાં રહેતા 55 વર્ષીય પુરુષને તા.21મી ઓગસ્ટ નારોજ કોવિડ-19 ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ સોનગઢના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધને તા.17મી ઓગસ્ટ નારોજ દાખલ કરવામાં આવ્યા હતા તથા તાલુકા પંચાયત ક્વાર્ટર વ્યારા ખાતે 51 વર્ષીય પુરુષને 22મી ઓગસ્ટ નારોજ કોવિડ-19 ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દાખલ કરાયા હતા. ત્રણેય દર્દીઓના કેસમાં અન્ય બીમારીની સાથે કોવિડ-19 નો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હોય, તા.23મી ઓગસ્ટ નારોજ ત્રણ દર્દીના મોત નિપજ્યા હતા. આ સાથે તાપી જીલ્લામાં મૃત્યું આંક 17 પર પહોચી ચુક્યો છે. જેને લઇ પંથકમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર તા24મી ઓગસ્ટ નારોજ જીલ્લામાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા છે. જેમાં વ્યારા તાલુકામાં 6 કેસ તથા ડોલવણમાં 1 કેસ મળી કુલ 7 કેસ સામે આવ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 265 પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાથી આજદિન સુધી કુલ 17 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. વધુ 3 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. કુલ 213 દર્દીઓ ડીસ્ચાર્જ થયા,હાલ 36 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તા.24મી ઓગસ્ટ નારોજ તાપીમાં કોરોનાના 7 કેસ ક્યાં નોંધાયા ?? એક નજર કરીએ
(1) 75 વર્ષિય પુરુષ, પારસીવાડ-વ્યારા
(2) 55 વર્ષિય પુરુષ, વૃંદાવનધામ સોસાયટી-વ્યારા
(3) 53 વર્ષિય પુરુષ, વૃંદાવનધામ સોસાયટી-વ્યારા
(4) 44 વર્ષિય મહિલા, કાનપુરા-વ્યારા
(5) 44 વર્ષિય પુરુષ, કાનપુરા-વ્યારા
(6) 65 વર્ષિય પુરુષ, કાકાદડા ફળિયુ,બોરખડી-વ્યારા
(7) 42 વર્ષિય પુરુષ, બરડીપાડા ઉપલુ ફળિયુ-ડોલવણ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500