Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Songadh:ટોકરવા ગામે મોટર સાયકલના ચોરખાના માંથી દારૂ ઝડપાયો,બે જણાની અટક

  • August 24, 2020 

મોટર સાયકલની પેટ્રોલ ટાંકી અને સીટ નીચે ચોરખાનું બનાવી દારૂ સપ્લાય કરતા બારડોલીના બે આરોપીઓને સુરત રેંજ આઈજીની ટીમ ઓપરેશન ગૃપના માણસોએ ઝડપી પાડી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી છે.

 

મળતી માહિતી મુજબ સુરત રેંજ આઈજીની ટીમ ઓપરેશન ગૃપના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના ટોકરવા ગામના બારી ફળિયાના ચર્ચ પાસે તા.23મી ઓગસ્ટ નારોજ ઓપરેશન ગૃપના માણસો વોચમાં હતા.

 

દરમિયાન મોટર સાયકલ નંબર જીજે/26/એચ/5045 માં તપાસ કરતા મોટર સાયકલના ચોરખાનામાંથી જુદીજુદી બનાવટની શીલબંધ દારૂની કુલ 192 બાટલીઓ મળી આવી હતી,

 

આ બનાવમાં ઓપરેશન ગૃપના હેડકોન્સ્ટેબલ બીપીનભાઈ ગામીતની ફરિયાદના આધારે દારૂ અને મોટર સાયકલ મળી કુલ રૂ.40,100/ નો મુદ્દામાલ જપ્ત કરી કિશનભાઈ રશિકભાઈ ચૌધરી તથા આશિષભાઈ અર્જુનભાઈ ચૌધરી બંને રહે,જૂની કીકવાડ,નવું ફળિયું-બારડોલી નાઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application