નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામ ખાતે આવેલો કોઝવે વર્ષો પહેલાં બનાવામાં આવ્યો હતો, જે સતત પડી રહેલા ધોધમાર વરસાદમાં ધોવાઇ નીચે ધસી જવા પામ્યો છે જેના કારણે અવરજવર કરતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
સાગબારા તાલુકાના પાંચપીપરી ગામ ની નદી પર વર્ષો પહેલા કોઝ વે બનાવવામાં આવ્યો હતો. જે પાંચપીપરી ગામ થી નાની દેવરુપણ તેમજ બોરદા ,વ્યારા, સોનગઢ ને જોડે છે, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આ કોઝવે ધોવાઈ ગયો છે, જેના કારણે અનેક ગામો નો સંપર્ક તુટી જવા પામ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર તેમજ લોકોની અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે.
કોઝવે ધોવાઈ જતા નાની દેવરુપણ અને વ્યારા, સોનગઢ જવા માટે સાત કિલોમીટર જેટલો ઘેરાવો કરવો પડે છે, અને પૂર્વમાં સેલંબા વેપારી મથક અને મહારાષ્ટ્ર રાજ્યના અનેક ગામડા ને જોડતો આ માર્ગ છે. અને ગામડા ના લોકો કોઈ પણ જરૂરી ચીજવસ્તુ માટે જે સેલંબા બજાર મથક છે જે પણ આજ પાંચપીપરી ગામ પરથી જવાનું થાય છે તેવા લોકોને પણ સાત કિલોમીટર અંતર કાપીને જવું પડે છે. તો જવાબદાર તંત્ર દ્વારા નવો પુલ વહેલી તકે બનાવવામાં આવે તેવી વાહનચાલકો તેમજ ગ્રામજનોની માંગ ઉઠી છે.
શું તંત્ર આ બાબતે વહેલીતકે ધ્યાન કેન્દ્રિત કરશે? લોકો ની માંગ ને પૂરી કરાશે? કે આવનાર દિવાસો માં ભારે વરસાદ ની આગાહી માં આ કોઝવે પૂરે પૂરો પાણી માં ગરકાવ થઈ જશે,ત્યારે તંત્ર સંપર્ક વિહોણા બનેલા લોકો માટે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500