નર્મદા જિલ્લામાં દારૂ જુગાર ની બદી દૂર કરવા નર્મદા પોલીસ વડા હિમકર સિંહ એ કડક સૂચના આપતા નર્મદા એલસીબી ના પીઆઇ અલ્પેશ પટેલ તેમજ પીએસઆઇ સી.એમ.ગામીત અને ટીમે ભચરવાડા ગામે ખુલ્લામા લાઇટના અજવાળામા ગે.કા હારજીતનો પત્તાપાનનો જુગાર રમી રમાડતા રોકડ રૂ.૪૫૫૦/-તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ-૬૫૦૦/-મળી કુલ્લે રૂ.૧૧૦૫૦/-સાથે પકડાઇ જઇ હાલમાં કોરોના વાયરસ નો ખતરો હોવા છતાં ચારથી વધુ માણસો ભેગા થઇ ભયરૂપ રોગનો ચેપ ફેલાય તેમ બેદરકારી ભર્યું ક્રૂત્ય કરી મે.જીલ્લા મેજી.નર્મદા ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હતો.
રાજપીપળા પોલીસે કુલ-૧૦ જુગારીયાઓ સામે ગુનો દાખલ કર્યો
(૧) લલ્લુભાઇ લક્કડીયાભાઇ વસાવા (૨)સુમનભાઇ બચુભાઇ વસાવા(૩)અલ્પેશભાઇ કંચનભાઇ વસાવા (૪) સચિનભાઇ રુચીભાઇ વસાવા (૫) મનહરભાઇ મંગુભાઇ વસાવા (૬)પ્રવિણભાઇ દિનેશભાઇ વસાવા (૭) રજનીભાઇ સુરેશભાઇ વસાવા (૮) મહિલાભાઇ ચંદુભાઇ વસાવા (૯) ચતુરભાઇ દોહિયાભાઇ વસાવા (૧૦) સુરેશભાઇ બાબુ ભાઇ વસાવા,તમામ રહે,ભચરવાડા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500