તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા માં નિર્ભયા ટીમે શનિવારે લબરમૂછિયા જણાતા બાળકો ને બાઈક લઈ જતા અટકાવી લાઇસન્સ ની તપાસ કરી હતી જેથી રોજ વહેલી સવારે નવ કે દસ માં ધોરણ માં અભ્યાસ કરતા અને ટ્યુશન ક્લાસો કે સ્કૂલો માં જતા નાની ઉંમર ના બાળકો માં ફફડાટ જોવા મળ્યો હતો ત્યારે ઘણા સમયથી ક્લાસીસો માં ભણવા જતા આ બાળકો ને બાઈકો આપી ભણવા મોકલતા એમના વાલીઓ ને પણ પોલીસે કડક શબ્દોમાં સૂચના આપી લાઇસન્સ ની ઉંમર ન હોવા છતાં વગર લાઈસન્સે બેફામ બાઈકો લઈ દોડતા અને અન્ય ની તેમજ પોતાની જિંદગી માટે જોખમ ઉભું કરતા આવા બાળકો ને સાઇકલ કે પગપાળા જવા માટે સૂચના આપવી જરૂરી છે ત્યારે આ રીતે ફરતા બાળકો ને અટકાવવા શનિવારે રાજપીપળા ખાતે નિર્ભયા ની ટીમે શરૂઆત કરી હતી જેમાં ખાસ જિલ્લા પોલીસ વડાએ રસ દાખવી પીએસઆઈ કે.કે.પાઠક ને આ બાબતે સૂચના આપતા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application