દહેજની યશસ્વી રસાયણ કેમિકલમાં બ્લાસ્ટ પ્રકરણના ૭ આરોપીના આગોતરા જામીન હાઇકોર્ટે નામંજૂર કર્યા છે. હજુ આરોપીઓની અટકાયત નહીં કરાય હોય સમગ્ર મામલાની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવાની માંગ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા કરાઈ છે.
દહેજ સેઝ ૨ ખાતે આવેલી યશસ્વી રસાયણ પ્રા લી. માં કેમિકલ ટેન્કમાં વિસ્ફોટને લીધે ૧૦ કર્મચારીઓના મૃત્યુ થયા હતા. સદર પ્રકરણમાં કંપનીના ૭ આરોપીએ ભરૂચ કોર્ટમાં આગોતરા જામીન મૂક્યા હતા પરંતુ ભરૂચ કોર્ટે તમામના જામીન નામંજૂર કરીને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો આદેશ મંજૂર રાખ્યો હતો.
જોકે સદર મામલે સાતેય આરોપીઓએ આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.સદર મામલે કોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટના અને ગત ૧૦ ફેબ્રુઆરીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલી પોલિમર રસાયણ પ્લાન્ટની બનેલી ઘટનાના પગલે ઘણા લોકોના મૃત્યુ થયા હોય અને દહેજની યશસ્વી કેમિકલમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં થયેલા મૃત્યુ અંગે નોંધ્યું હતું.
જોકે એનજીટીએ બંનેય દુર્ઘટના એક જેવી સરખાવી બંનેય કેસની સુનાવણી સાથે ચલાવવાનો નિર્ણય લીધો છે ત્યારે હાઇકોર્ટે નીચલી કોર્ટે કરેલા આગોતરા જામીન અરજીનો હુકમ યોગ્ય રાખીને સાતેય આરોપીઓના જામીન નામંજૂર કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500