ભરૂચની મુલદ ડમ્પિંગ સાઈટ ઉપર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા યુસુફ ધોરાટને પુનઃ ફરજમાં લઇ લેતા પાલિકામાં ચર્ચાએ જોર પકડ્યું છે. તેને ગુજરાત સિવિલ સર્વીસના નિયમો મુજબ ફરજમાં લેવાયો હોવાનું પાલિકાએ રટણ કર્યું હતું.
ભરૂચના મુલદ ગામ નજીક ભરૂચ પાલિકાની ડમ્પિંગ સાઈટ ઉપર સુપરવાઈઝર તરીકે યુસુફ ધોરાટ કચરો ઠાલવવા રૂ.૩ હજાર અને કંપની વેસ્ટના રૂ. ૨ હજાર આપીને ગમે તેવો કચરો અહીંયા ઠાલવી શકો હોવાનો વીડિયો અને ઓડિયો વાયરલ થયો હતો. જેથી તેમને ૧૦ ફેબ્રુઆરીએ સસ્પેન્ડ કરી દેવાયો હતો.જોકે અચાનક યુસુફ ધોરાટને પુનઃ ફરજમાં લઈ લેવાતા પાલિકામાં ચર્ચાએ જોર પકડ્યું છે.
આ અંગે પાલિકાના પ્રમુખને પૂછતાં મુખ્ય અધિકારીને પૂછવા જણાવ્યું હતું. પાલિકા મુખ્ય અધિકારી સંજય સોનીએ જણાવ્યું હતું યુસુફ ધોરાટને પર ૩ મહિનામાં કોઈ ચાર્ટસીટ અથવા કમિટી દ્વારા નિર્ણય લેવાયો ન હતો. જેથી ગુજરાત સિવિલ સર્વિસીસના નિયમો મુજબ તેમની ફરજ મોકૂફીનો હુકમ રદ કરવાનો હોય છે.તેઓ એસીબી અથવા અન્ય કોઈ ગુનાના કેસમાં નહીં હોવાથી તેમના પર નોર્મલ નિયમ લાગુ પડે છે.જોકે તેમને હાલમાં ફરજ પર લીધા પછી કમિટી મળશે અને તે જે નિર્ણય લેશે ત્યાર બાદ વધુ કાર્યવાહી કરી શકાય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500