જંબુસર નગરપાલિકા હસ્તક ના ગટર, રસ્તા, પાણી જેવા વિકાસ કામોના ખર્ચ અને ટેન્ડર જેવી માહિતી પાદરાના અરજદારે માહિતી અધિકાર કાયદા હેઠળ પાલિકા પાસે માંગી હતી. જે માહિતી પૂરી પાડવામાં ન આવતા આયોગ દ્વારા જંબુસર નગરપાલિકાના મુખ્ય અધિકારીને રૂપિયા ૨૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રથમ અપીલ કરતા માહિતી વિનામૂલ્યે પૂરી પાડવા હુકમ કરવા છતાં માહિતી આપી નહોતી
માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પાદરાના પરેશકુમાર ગાંધીએ જાહેર માહિતી અધિકારી અને જબુંસર નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ ઢોળિયાને નગર સેવા સદન હસ્તક ચાલતા જાહેર કામકામોની યાદી તેમજ દરેક કામ પાછળ કરવામાં આવનાર ખર્ચની વિગતો, ટેન્ડર પ્રક્રિયાના દસ્તાવેજોની નકલ તેમજ પૂર્ણ થયેલ કામોની મેજરમેન્ટ શીટ, પૂર્ણ થયેલા કામો અંગે ઇજારદાર દ્વારા રજૂ કરાયેલા બીલો તેને પાસ કરનાર અધિકારીના નામ હોદ્દા તેમજ ચુકવાયેલા નાણાની વિગતોની નકલોની માગણી કરી હતી. જે માહિતી અધિકારીએ આપી નહોતી. જેથી પ્રથમ અપીલ કરતા માહિતી વિનામૂલ્યે પૂરી પાડવા હુકમ કરવા છતાં માહિતી આપી નહોતી. જેની બીજી અપીલ કરતાં આયોગ દ્વારા વિડીયોથી સુનાવણી હાથ ધરી પાલિકાના ચીફ ઓફિસરને ૨૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500