કોરોના વાયરસના કહેર વચ્ચે આજરોજ કોરોનાની સારવાર લઇ રહેલા મોતા ગામના 63 વર્ષીય આધેડનું મોત નીપજ્યું છે. જેને લઇ પંથકમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. આ સાથે સરકારી ચોપડે મૃત્યુ આંક પણ 22 નોંધાયો છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.23મી ઓગસ્ટ નારોજ બારડોલી તાલુકામાં વધુ 14 વ્યક્તિઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ સાથે બારડોલીમાં કોરોના દર્દીઓના કુલ આંક 601 થયો છે. જે પૈકી કુલ 449 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 130 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જયારે મૃત્યુ આંક 22 પર પહોચ્યો છે. તેમજ આજરોજ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 129 સેમ્પલ લેવાવામાં આવ્યા છે.હાલ તમામનો રીપોર્ટ પેન્ડીંગ,
આજરોજ બારડોલી તાલુકામાં ક્યાં ક્યાં કેસ નોંધાયા ?? એક નજર કરીએ......
(1) 33 વર્ષીય યુવક, સુથાર ફળિયું-બારડોલી
(2) 33 વર્ષીય યુવક, રાજપૂત ફળિયું-બારડોલી
(3) 41 વર્ષીય પુરુષ,પટેલ ફળિયું, ભરમપોર-બારડોલી
(4) 26 વર્ષીય યુવતી, બાવળા બિલ્ડીંગ,વરાડ-બારડોલી
(5) 38 વર્ષીય મહિલા, ખાડીપાર,બાલદા-બારડોલી
(6) 70 વર્ષીય મહિલા, ખાડીપાર,બાલદા-બારડોલી
(7) 75 વર્ષીય આધેડ, ખાડીપાર,બાલદા-બારડોલી
(8) 67 વર્ષીય આધેડ, કેસરકુંજ-બારડોલી
(9) 58 વર્ષીય મહિલા, કુંભારવાડ-કડોદ-બારડોલી
(10) 70 વર્ષીય મહિલા નહેર ફળિયું, તેન-બારડોલી
(11) 58 વર્ષીય આધેડ, સર્વશ્વ રેસીડેન્સ-બારડોલી
(12) 73 વર્ષીય મહિલા, મોતા-બારડોલી
(13) 67 વર્ષીય આધેડ, લેકસીટી,બાબેન-બારડોલી
(14) 60 વર્ષીય મહિલા, લેકસીટી,બાબેન-બારડોલી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500