કાતિલ કોરોના ના કહેર વચ્ચે કોરોનાના વધુ 5 કેસ સામે આવ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર તા23મી ઓગસ્ટ નારોજ જીલ્લાના વ્યારા તાલુકામાં 3 કેસ અને ઉચ્છલ તાલુકામાં 2 કેસ મળી કુલ 5 કેસ નોંધાયા છે.
કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 258 પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાથી આજદિન સુધી કુલ 16 દર્દીઓના મોત નિપજ્યા છે. આજરોજ વધુ 5 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે.કુલ 211 દર્દીઓ ડીસ્ચાર્જ થયા, હાલ 31 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તાપી જીલ્લામાં આજરોજ કોરોનાના કેસ ક્યાં-ક્યાં નોંધાયા ?? એક નજર કરીએ
(1) 68 વર્ષીય મહિલા, જિલ્લા સેવા સદન,પાનવાડી-વ્યારા
(2) 47 વર્ષીય પુરુષ, કાનપુરા,કબુતરખાના-વ્યારા
(3) 49 વર્ષીય પુરુષ, KAPS ટાઉનશીપ,અણુમાલા-વ્યારા
(4) 58 વર્ષીય પુરુષ, હનુમાન ફળિયું-ઉચ્છલ
(5) 54 વર્ષીય પુરુષ, નિશાળ ફળિયુ,ધજ-ઉચ્છલ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500