Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા એલસીબીએ દારૂના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

  • August 24, 2020 

જિલ્લા પોલીસ વડા શ્રીમતી સુજાતા મજમુદારે નાસતા ફરતા વોન્ટેડ ગુન્હેગારોને ઝડપી પાડવા આપેલ સૂચના ને આધારે જિલ્લા એલસીબીએ આજરોજ વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.

 

તાપી એલસીબી શાખાના હેડકોન્સ્ટેબલ જગદીશભાઈ જોરરામભાઈ,લેબજીભાઈ પરબતભાઈ સહિતનો સ્ટાફના આજરોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જગદીશભાઈને મળેલ બાતમીના આધારે

 

સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી અજીત રાનીયા ગાવીત રહે,લકકડકોટ,હિરહા ફળિયું તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓને સોનગઢ ગામના ઓટા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી પૂછપરછ હાથ ધરવામાં આવતા દારૂના ગુના સંડોવાયેલો હોવાની તેણે કબૂલાત કરી હતી.હાલ આરોપીની મેડિકલ તપાસ કરાવી અટક કરવાની હોય જેથી મેડિકલ કરવા નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

આમ સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુનમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં જિલ્લા એલસીબી પોલીસને વધુ એકવાર સફળતા મળી છે..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News