વાલોડ બુહારી-હાઇવે ઉપર વૃક્ષ ધરાશાયી થતા વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા.
તા.23મી.ઓગસ્ટ નારોજ વાલોડથી બુહારી તરફ જતા માર્ગે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે કેળકુઈ પાટિયા પાસે હાઇવે માર્ગની વચ્ચે એક વૃક્ષ ધરાશાયી થયું હતું.
વૃક્ષનો ભાગ હાઈવે પર પડતા વાલોડથી બુહારી માર્ગ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા. જોકે બનાવ અંગેની જાણ થતાં પીડબ્લ્યુડી અને વનવિભાગના સહકારથી હાઇવે પરથી ઝાડને ખસેડી લેવાની કામગીરી કરવામાં આવી હતી..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application