તાપી જિલ્લામાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે 53 બિસ્માર બન્યો છે. નેશનલ હાઈવે ફોર લેન બન્યાનાં માત્ર ગણતરીના વર્ષોમા જ હાઈવેની બિસ્માર હાલત થઈ જવાં પામી છે. ચાલુ ચોમાસાની સિઝનમાં હાઇવે માર્ગ ઉપર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો હાય તોબા પોકારી ઉઠયા છે. ત્યારે હાઈવે ઓથોરીટીના નિયમોનું પાલન પણ ન થતું હોય તેવું દ્રશ્યમાન થઇ રહ્યું છે.
સોમા આઇસોલેક્સ કંપની આ ફોરલેન હાઈવે પર વર્ષ 2015થી ટોલટેક્સ વસુલાત કરવાનું શરૂ કર્યું હતું. જોકે ટોલ ટેક્સ વસુલતી કંપની દ્વારા ધારાધોરણોનું યોગ્ય પાલન ન કરાતા ચોમાસામાં હાઈવે પર ઠેર ઠેર અંસખ્ય ખાડાઓ પડી જતાં અનેક લોકો અકસ્માતોનો ભોગ પણ બન્યા છે.તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
ટોલટેક્સ વસુલ કરતી કંપની વાહન ચાલકોને સુવિધા પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ રહી હોવાનું પ્રતીત થઈ રહ્યું છે, ચાલુ ચોમાસાની સિઝનમાં હાઇવે માર્ગ પર પડેલા ખાડાઓનું સમારકામ કરવામાં હાઈવેના જવાબદાર અધિકારીઓની લાલીવાડી સામે આવી છે....
તાપી જિલ્લા માંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ નંબર 53 પર પડેલા ખાડાઓનું યોગ્ય મટેરિયલ સાથે સમયસર પુરાણ સુધ્ધાં કરતા નથી. જેના કારણે વાહનચાલકો ખાડાઓમાં પટકાવાના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
જોકે એક જાગ્રત નાગરિકે હાઇવે પર પડેલા ખાડાઓમાં વાહનચાલકો ને પટકાતા જોઈ, તેમના રહેવાયું નહિ અને એક જુગાડ કરી નાખ્યો,અજાણ્યા વાહન ચાલક પાસેથી ખરાબ થઈ ગયેલી થર્મોકોલની પેટીઓ માંગી અને તે ઉડે નહિ તે માટે તેમાં પથ્થર મૂકી હાઇવે પર પડેલા ખાડાઓની આસપાસ આડસરૂપી મુક્યા હતા. જેથી કરીને કોઈ નિર્દોષ વાહનચાલક તે ખાડામાં પટકાય નહિં, જાગ્રત નાગરિકનું આ કાર્ય કાબિલે તારીફ છે.
પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ નિર્દોષ વાહનચાલકોના જીવને ક્યાં સુધી જોખમમાં મૂકશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે તાપી જિલ્લા વહીવટીતંત્ર પણ આ બાબત ને ગંભીરતા લઈ પ્રજાહિતમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે, તસવીરમાં આપ જોઈ શકો છો ખાડાઓની આસપાસ મુકેલ થર્મોકોલની પેટીઓ....
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500