ઉકાઈ ડેમ ના ઉપરવાસમાં પડેલ વરસાદ ને લઈ ડેમમાં પાણી ની આવક થતા ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ ના 22 દરવાજા પૈકી 7 દરવાજા ખોલી તાપી નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે.
તા.23મી ઓગસ્ટ નારોજ હવામાન વિભાગ ની આગાહી વચ્ચે પડી રહેલા વરસાદ ને પગલે ઉકાઈ ડેમ માં પાણી ની આવક થતા ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ નું રુલ લેવલ જાળવવા ડેમ ના 22 દરવાજા પૈકી, 7 દરવાજા 6 ફૂટ ખોલી 85 હજાર કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ તાપી નદી ની આસપાસ આવેલ ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.
●ઉકાઈ ડેમની સપાટી પર એક નજર કરીએ......
તા.23મી ઓગસ્ટ નારોજ સવાર ના 8:00 કલાકે ઉકાઈ ડેમની સપાટી 332.31 ફૂટ પર પહોચી છે. જયારે ડેમમાં પાણી આવક 100339 કયુસેક છે. તેની સામે 85919 કયુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500