Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેડીયાપાડાની મોહન નદી માં બળદ તણાતાં મોત,એક ભેંસ નો આબાદ બચાવ

  • August 23, 2020 

નર્મદા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ત્યારે જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગારદા અને નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામની સીમમાં થી મોહન નદી વહે છે, છેલ્લા ઘણા દિવસથી મેઘરાજાની બેટિંગ ચાલુ છે ત્યારે આ મોહન નદી પર નો ચેકડેમ છલકાઈ ગયો છે. અને આજ રોજ ઉપર ના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ વરસતા મોહન નદી માં એક બળદ તણાઈ આવ્યો હતો. અને આ પાણી માં ડૂબી જવાના કારણે બળદનું મોત નિપજ્યું હતું. આ બળદ નો મૃતદેહ ગારદા અને મોટા જાંબુડા ના ચેક ડેમ પર આવી ને અટકી ગયો હતો. આ ચેક ડેમ થી નીચે ના ભાગે પણ એક પુલ આવેલો છે ત્યાં પણ એક ભેંસ પુલ પર થી પડતાં તેને પણ સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application