Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:બાઈક રોડ ઉપર ઉભી રાખી પુલ નીચે કુદરતી હાજતે ગયેલ શખ્સની બાઈક ચોરાઈ

  • June 09, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના ઉનાઇ નાકા પાસે પુલના બીજા છેડે રોડ્ની બાજુમાં બાઈક રોડ ઉપર ઉભી રાખી પુલના નીચે કુદરતી હાજતે ગયેલ એક શખ્સની બાઈક ચોરાઈ હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે રજીસ્ટર થઇ છે. મળતી માહિતી અનુસાર વ્યારા તાલુકાના ઉનાઇ નાકા પાસે પાનવાડીના પુલના બીજા છેડે રોડના સાઇડ ઉપર કાળા કલરની સીલ્વર પટ્ટાવાળી હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા રજી.નંબર-GJ 26-P-4001ની ઉભી રાખી.ચાવી બાઈકમાં રહેવા દઇ પુલના નીચે કુદરતી હાજતે ગયેલ તે સમય દરમિયાન રાત્રીના સમયે બાઈક કે જેનો ચેચીસ નં.MBLHAR089H5G00592 તથા એન્જીન નંબર-HA10AGH5G00740  છે.જેની કિ.રૂ-આ.૨૫,૦૦૦/- છે.જે હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ નાસી ગયો હોવાની ફરિયાદ રશીકભાઇ રમણભાઇ ચૌધરી રહે,કપુરા પોલ્ટ્રી ફાર્મફળીયુતા.વ્યારા નાએ વ્યારા પોલીસ મથકે કરી હતી.જેની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ એ.એસ.આઇ ભીખાભાઇ જેઠાભાઇ બ.નં.૨૪૦ કરી રહ્યા છે.આપને અહીં જણાવી દઈએ છીએ કે,બાઈક ચોરીનો બનાવ તા.૧૧મી મે ૨૦૧૮ નારોજ રાત્રે બન્યો હતો. રશીકભાઇ ચૌધરીએ આપેલી ફરિયાદનાં આધારે તા.૮મી જુન ૨૦૧૮ નારોજ વ્યારા પોલીસ મથકે બાઈક ચોરી થઇ હોવાનો ગુન્હો રજીસ્ટર થયો છે.   High light-ચાવી બાઈકમાં રહેવા દઇ પુલના નીચે કુદરતી હાજતે ગયેલ તે સમય દરમિયાન રાત્રીના સમયે બાઈક કોઈ ચોર ઇસમ ચોરી કરી લઇ નાસી ગયો હતો. High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application