રાજપીપળા પાસેના કરજણ ડેમ માંથી કરજણ નદી માં શુક્રવારે સાંજે 4 વાગે 45,300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ બાબતે માહિતી આપતા કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એવી.મ્હાલે ના જણાવ્યા મુજબ હાલ સતત ઉપરવાસ માંથી પાણીની આવક થતા કરજણ ડેમ માં પાણીની સપાટી તેના રુલ લેવલ ને પાર થઈ જતા લેવલ જાળવવા કરજણ ડેમ માંથી પાંચ રેડિયલ ગેટ ખોલી 45,300 ક્યુસેક પાણીનો જથ્થો કરજણ નદીમાં છોડાયો છે જેથી કાંઠાના વિસ્તારોના ગામના લોકોને સાવચેતી રાખવા પણ સૂચના આપી એલર્ટ કરાયા છે.
ઉપરવાસમાં થી સતત પાણીની આવક થતા સપાટી રુલ લેવલ ને પાર : ૨,૪,૫,૬,૮ નંબર ના ૫ ગેટ 2.00 મીટર ખોલાયાં
હાલ કરજણ બંધ માં 30,800 ક્યુસેક જેટલી પાણી ની આવક છે આજે ડેમ નું રુલ લેવલ ૧૦૯.૪૫ મીટર છે. માટે રુલ લેવલ જાળવવા માટે ડેમના ૫ રેડિયલ ગેટ ખોલી ને ૪૫,૩૦૦ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાઈ રહ્યું છે ડેમ ૭૩.૩૭ % ભરાયો છે. ડેમ નું આજ નું લાઈવ સ્ટોરેજ ૩૯૫.૩૩ મિલિયન કયુબિક મીટર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500