ગુજરાત માં દારૂબંદી હોવા છતાં રોજ હજારો લીટર દેશી અને વિદેશી દારૂ પોલીસ ના હાથે ઝડપાય છે ત્યારે નર્મદા જિલ્લાના સાગબારા ના પાટલામહુ ગ્રુપ ગ્રામપંચાયત દ્વારા અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે દારૂ વેંચતા કે ખરીદતા ઝડપાય તો તેને ૨૫ હજાર રૂપિયા દંડ અને કોઈ દારૂ વિશે બાતમી આપે તો તેને ૫ હજાર ઇનામ ની જાહેરાત કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે નર્મદા જીલ્લા ના સાગબારા તાલુકાના પાટલામહુ ગામની બાજુના ગામમાં કોરોના નો પોઝિટિવ કેસ નોંધાતા પાટલામહુ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અગમચેતીના ભાગરૂપે ગ્રામજનો એ ભેગા મળી એક અનોખો નિર્ણય લીધો જેમાં દારૂ વેચવા તેમજ ખરીદવા ઉપર 25 હજારનો દંડ રાખવામાં આવ્યો છે ઉપરાંત બાતમી આપનાર ને 5000 રૂપિયા ઇનામ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમજ મટન ની દુકાનો તેમજ દારૂના અડ્ડા સંપૂર્ણ બંધ કરાવવા નિર્ણય લીધો છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે નાનકડા ગામની આ ગ્રામ પંચાયત દ્વારા દારૂબંધી માટે લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખુબ જ સરાહનીય છે જો દારૂની બદી ને જળમૂળ માંથી દૂર કરવી હોય તો દરેક ગ્રામ પંચાયતોએ પાટલામહુ ગ્રામ પંચાયત પાસેથી શીખ લઈ આ વિશે અમલ કરવો રહ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application