વલસાડ-વાપીના પારડી સ્વાધ્યાય મંડળ ખાતે યોજાયેલી ધર્મ સભામાં વલસાડ અને આસ-પાસના વિસ્તારોના સનાતન ધર્મના નેતાઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ પર તીખા પ્રહાર કર્યા છે. સભામાં કથાકાર શરદભાઈ વ્યાસ, દેવુ ભાઈ, રામચંદ્રજી, ચેતનભાઈ, મંગળભાઈ પુરોહિત અને બી.એન. જોષીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પર આક્ષેપ કર્યા હતા. તેઓનું કહેવું છે કે આ સાધુઓ ૩૩ કોટિ દેવતાઓ અને સનાતન ધર્મની પરંપરાઓને નકારી રહ્યા છે. કથાકાર પ્રફુલ શુક્લે વધુ એક ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે જાહેર કર્યું કે કોઈપણ
સ્વામિનારાયણ ભગવાનને શાસ્ત્રો માંથી શોધી કાઢશે, તેને પાંચ લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. સભા બાદ સનાતન ધર્મના નેતાઓએ વલસાડ કલેક્ટર કચેરીમાં મુખ્યમંત્રી અને કલેક્ટરને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પર પ્રતિબંધ અને તેમના પ્રકાશિત પુસ્તકો પર પ્રતિબંધ મૂકવા માટે આગ્રહ કર્યો હતો આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર આ બાબતે કોઈ પગલાં નહીં લે, તો સનાતન ધર્મના કાર્યકર્તાઓ જાહેર આંદોલન શરૂ કરી શકે છે. સભામાં ઉપસ્થિત લોકોનું કહેવું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ૨૦૦ વર્ષ પહેલા પ્રચલિત થયેલા સંપ્રદાયના નામે સનાતન ધર્મની પરંપરાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500