વલસાડના છીપવાડ નજીકના વિસ્તારમાં રહેતા અને શિપમાં ફિશરમેન તરીકે નોકરી કરતો ૨૮ વર્ષીય યુવાન લગ્ન માટે ખૂબ જ અધીરો બની ગયો હોય યુવતીની શોધમાં હતો ત્યાં તેની નજર ઝેરોક્ષની એક દુકાન પર ઊભેલી ૨૦ વર્ષીય યુવતી પર પડતા તેણીનો ઘર સુધી પીછો કર્યા બાદ તે ઠેકાણે લગ્ન માટે જાહેરમાં જ પ્રપોઝ કરતા ગભરાયેલી યુવતીએ બૂમાબૂમ કરતા આરોપી યુવાન કારમાં બેસીને ભાગવા માંડયો હતો.
જોકે યુવતીની બૂમાબૂમ સાંભળીને દોડી આવેલા સ્થાનિક લોકોએ આ યુવાનની કારનો પીછો કર્યો પરંતુ તે ભાગી છૂટ્યો હતો. સિટી પોલીસે આરોપી યુવાનને ઝડપી પાડીને જેલભેગો કરી દીધો હતો. શહેરના છીપવાડ નજીકના સિપાઈવાડમાં રહેતો અંકુર જગદીશભાઈ રાણા, લગ્ન કરવા માટે ખૂબ જ તલપાપડ હતો. તે કન્યા શોધી રહ્યો હતો. આ દરમિયાન શહેરમાં એક ઝેરોક્ષની દુકાન પર ૨૦ વર્ષીય યુવતીને જોતા જ મોહી પડયો હતો. અંકુરે પોતાની કારમાં આ યુવતીનો પીછો કર્યો હતો.જેની જાણ યુવતીને થતાં તેનાથી પીછો છોડાવવા રિક્ષામાં બેસીને ધરમપુર રોડ પરની સોસાયટીમાં આવેલા પોતાના ઘર પાસે ઊતરી ગઈ હતી. વલસાડની એક શાળામાં ધોરણ ૧૧માં ભણતી આ યુવતીનો યુવકે સતત પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું. સાંજે અંકુર યુવતીના ઘર પાસે પહોંચી ગયો હતો અને જાહેરમાં તેણીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
આરોપીના આ કૃત્યથી હેબતાઈ ગયેલી યુવતીએ બૂમાબૂમ કરતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા. લોકોને જોઈ યુવક કારમાં બેસીને ભાગી ગયો હતો. લોકોએ તેનો પીછો કરી કાર પર પથ્થરો પણ માર્યા હતા, પરંતુ યુવક હાથમાં ઘટના અંગે યુવતીએ તેણીનાં માતા-પિતાને જાણ કરતા પરિવારજનો મોડી સાંજે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. જ્યાં પીઆઈની સૂચનાને આધારે સર્વેલન્સ સ્ટાફે સીસી ટીવી ફૂટેજ તથા આરોપીના કાર નંબરને આધારે તપાસ હાથ ધરીને અંકુર રાણાને દબોચી લઈને પોલીસ સ્ટેશનમાં લઈ લાવ્યો હતો. જ્યાં યુવતીએ તેને ઓળખી બતાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500