કોરોના સંક્રમણ વધતાં રાજ્ય સરકાર દ્વારા એસટી અને ખાનગી બસ બંધ કરી દીધી હતી. જો કે, ૨૫ દિવસ બાદ ફરીથી સરકારે સુરતથી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે 21મી ઓગસ્ટથી સુરત એસટી ડેપોમાંથી બસ સેવા શરૂ કરવામાં આવી છે. બસમાં મુસાફરી માટે સુરત બસ સ્ટેન્ડ આવતાં તમામ મુસાફરોનું થર્મલ સ્કેનિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે. સાથે જ સેનિટાઈઝરની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. એસટી વિભાગ દ્વારા બસ સેવા સાથે જોડાયેલા ડ્રાઈવર કંડક્ટર સહિતના સ્ટાફને પણ કોરોનાથી ચેતવા લેવાના પગલા અંગે સૂચના આપવામાં આવી છે.કડોદરા નગર તેમજ પલસાણા તાલુકાના કામદાર વર્ગ માટે મોટાં રાહતનાં સમાચાર નિવડ્યા હતાં.
સુરત નજીકથી અપડાઉન કરતાં મુસાફરો છેલ્લા ૨૫ દિવસથી અટવાતા હતાં. જો કે એસટી બસ સેવા ફરીથી શરૂ થતાં મુસાફરોને રાહત થઈ છે.અપડાઉન કરનારા લોકો પણ હવે એસટી બસ સેવા પૂર્વવત થતાં ફરીથી લાભ લેતા થઈ ગયા છે. બસમાં દરેક મુસાફર માસ્ક પહેરી રાખે તે જોવાનું પણ કંડક્ટરને કહી દેવામાં આવ્યું છે.આ પહેલા ૨૭ જુલાઈથી એસટી અને ખાનગી બસ સેવા સુરતથી ૧૦ દિવસ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ ૬ ઓગસ્ટથી વધુ સાત દિવસ માટે એસ.ટી.પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૧૪ ઓગસ્ટ વધુ ૭ દિવસ પ્રતિબંધ લંબાવ્યો હતો. જે ૨૧ ઓગસ્ટે પૂર્ણ થયો છે.
આમ ૨૫ દિવસ બાદ ૨૧ ઓગસ્ટથી ફરી સુરતમાં એસ.ટી.બસ સેવા શરૂ કરવામાં આવી છે.જેનાં કારણે દક્ષિણ ગુજરાતમાં વસતાં મોટાં ભાગનાં મધ્યમ તેમજ ગરીબ વર્ગના શહેરમાં કામ અર્થે જતાં લોકો ને ૨૭ દિવસ સુધી ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. કડોદરા નગર પાલિકાના વિસ્તારોમાં તેમજ પલસાણા તાલુકાના મોટા ભાગના કામદાર વર્ગ સુરત શહેર નોકરી કરતો હોવાથી તમામ મુસાફરી કરનારાં લોકોમાં રાહત તેમજ આનંદ ની લાગણી જોવાં મળી હતીં જેમાં કડોદરા નગર બસ સ્ટેશન ખાતે સ્થાનીક તેમજ નિગમનાં કર્મચારીઓ દ્વારા કોવિડ ગાઈડલાઈન નું પાલન વ્યવસ્થા કરવા માટે મુસાફરોની નોંધણી , તેમનું ટેમ્પરેચર , મોબાઇલ નંબર , કયાંથી મુસાફરી કરી કયાં જવાનાં માટેનું રજીસ્ટર્ડ પણ બનાવવામાં આવ્યું હતું
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500