Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છુટા પૈસાના બહાને પીપલોદના શોપમાંથી ગઠિયો રૂ. ૧૦ હજાર લઇ છૂ 

  • August 22, 2020 

પીપલોદના જય જલારામ નમકી એન્ડ ડ્રાયફ્રુટ નામના સ્ટોરમાં આવી પોતાની ઓળખ બાજુના મેડીકલ સ્ટોરના માલિક તરીકે આપી છુટા પૈસાના બહાને રૂ. ૧૦ હજાર અને રૂ. ૧૮૦૦ની ખરીદી કરી રફુચક્કર થઇ જનાર ઠગ વિરૂધ્ધ ઉમરા પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

પીપલોદની ભાગ્ય લક્ષ્મી સોસાયટી ૧ ના પ્લોટ નં. ૭માં જય જલારામ નમકી એન્ડ ડ્રાયફ્રુટ નામના સ્ટોરમાં 20મી નારોજ દુકાનદાર પ્રજ્ઞેશ કિરીટ ઠક્કરની પત્ની ભાવિકા અને સેલ્સમેન સંતોષ હરીશચંદ્ર શાને હાજર હતા ત્યારે કાળા કલરનું માસ્ક અને જીન્સ-ટી શર્ટ પહેરેલો યુવાન આવ્યો હતો.

 

યુવાને પોતાની ઓળખ બાજુના અપોલો મેડીકલ સ્ટોરના માલિક તરીકે આપી ભાઇ કયાં છે ? એમ કહી રૂ. ૧૮૦૦ના નાસ્તાની ખરીદી કરી હતી અને પોતાની પાસે ૧૦૦ રૂપિયાની નોટનું રૂ. ૧૦ હજારનું બંડલ છે તે તમે લઇ મને ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટ આપશો એમ કહ્યું હતું. ભાવિકાએ છુટા પૈસા લેવાની હા પાડતા તમારા સેલ્સમેનને મારી સાથે મેડીકલ સ્ટોર પર મોકલાવો હું ત્યાંથી રૂ. ૧૦ હજાર અને રૂ. ૧૮૦૦નું પેમેન્ટ ચુકવી દઇશ એમ કહી સંતોષને સાથે લઇ ગયો હતો.

 

મેડીકલ સ્ટોરની સામે પહોંચ્યા બાદ યુવાને સંતોષને નાસ્તાની થેલી સ્ટોરમાં મુકી અંદર ઉભો રહે હું ગાડીમાંથી પેમેન્ટ લઇને આવું છું એમ કહી ભાગી ગયો હતો. પંદરેક મિનીટ સુધી રાહ જોયા બાદ પણ યુવાન નહીં આવતા સંતોષે મેડીકલ સ્ટોરમાં જઇ પુછયું હતું પરંતુ તેમનો કોઇ શેઠ નહીં હોવાનું કહેતા આ અંગે તુરંત જ દુકાને જઇ ભાવિકાને જાણ કરી હતી અને પતિ સાથે સીસીટીવી ફુટેજ ચેક કરવાની સાથે તેઓ ઉમરા પોલીસ મથકે દોડી ગયા હતા. જયાં પોલીસે આવી એમઓ ધરાવતા ઠગબાજોના ફોટા બતાવતા અહેમદ રઝા યકીન તૈલી હોવાનું ઓળખી કાઢતા પોલીસે ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application