Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:સાલું ડાઈંગ મિલમાં આગ લાગ્યા બાદ મારુતિ ડાઈંગ મિલમાં લાગી આગ:ભાગદોડ મચી

  • June 09, 2018 

સુરત:સાલું ડાઈંગ મીલમાં રાત્રિના બે વાગ્યા આસપાસ આગ લાગ્યા બાદ તેના પર કાબુ મેળવવામાં આવ્યો હતો.ત્યાં જ સાલુની બાજુમાં રોડની સામે આવેલી મારૂતિ ડાઈંગ મીલમાં પણ આગ લાગી ગઈ હતી.જેથી ફરી ૨૫ થી વધુ ફાયરફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. બીજી તરફ ભીષણ આગના પગલે મજૂરો મીલ માંથી બહાર દોડી આવતાં ઈજા જાનહાનિ ટળી હતી.આગના તાંડવના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.મારૂતિ ડાઈંગ મીલમાં ભીષણ આગ લાગતાં આગ પર કાબુ મેળવવા માટે શહેરના ૧૫ ફાયર સ્ટેશનના ફાયર ફાયટરોને ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવ્યાં છે.આગની સાથે પવન પણ ભારે ફૂંકાઈ રહ્યો હોવાથી આગ ઝડપથી પ્રસરી રહી છે. જેથી આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.અને બુલડોઝરની મદદથી દિવાલ તોડીને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application