સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત રહી છે. મધરાતથી લઇ સવાર સુધી સુરત શહેર સહિત જીલ્લામાં ધોધમાર વરસાદ પડવાના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને ચોર્યાસી તાલુકામાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાથી ખાડી પુર ઓવરફલો થઇ છે. જેના કારણે લોકોને ખાડી પુરનો સામનો કરવાની નોબત આવી છે. બીજી બાજુ ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઇમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. જેથી નદીમાં પણ પાણી છોડવાની માત્રા ઘટાડવામાં આવી છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં ૧૫ દિવસથી ધોધમાર વરસાદ પડવાના કારણે અનેક નદીઓ ગાંડીતુર બની છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે લોકો હાલાકીમાં મુકાયા હતા. ખાસ કરીને સુરત શહેરમાં ખાડી પુરની પરિસ્થીતી સર્જાઇ હતી. જજોકે સાત દિવસ પછી મિઠીખાડીનું લેવલ ઘટતા પાણી ઓસરી ગયા હતા. પરંતુ મધરાત્રે ફરીથી ધોધમાર વરસાદ પડવાના કારણે ખાડીઓના લેવલ વધી ગયા હતા. જેથી તંત્રમાં ચિંતા દેખાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application