શુક્રવારે વહેલી સવાર દરમિયાન પડેલાં ભારે વરસાદને કારણે સચીન જીઆઇડીસી અને આસપાસની વસાહતોમાં પાણી ભરાઇ ગયાં હતાં. રોડ ઉપર પાણી ફરી વળતાં સચિન નવસારી રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. જીઆઈડીસીમાં આવેલા વિવિધ ઔદ્યોગિક એકમોમાં પણ પાણી ફરી વળ્યું હતું. ખાસ કરીને સચીન જીઆઇડીસી પોલીસ મથકમાં કમર સુધીના પાણી ભરાઇ જતાં કર્મચારીઓ ફસાઇ ગયા હતા. અને જપ્ત કરેલા વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.
શુક્રવારે સવારે ૪ થી ૬ દરમિયાન બે કલાકમાં અંદાજે ૫ થી ૬ ઈંચ જેટલો વરસાદ સચિન વિસ્તારમાં પડતા અનેક ઠેકાણે વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જીઆઇડીસી એકમોમાં અને આસપાસ આવેલી વસાહતોમાં એક - એક દોઢ - દોઢ ફૂટ પાણી ઘુસી ગયાં હતાં. સચિન જીઆઇડીસી ૬૦ ટકા વરસાદી પાણીમાં ડૂબી અને ચારેબાજુ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી એમ સૂત્રોએ જણાવ્યું હતું. ઉદ્યોગકારોના ખાતાઓ , નોટિફાઇડ કચેરી , પોલીસ સ્ટેશન , ડીજીવીસીએલના સબ - સ્ટેશનો અને મુખ્યત્વે તમામ મેઇન રોડ અને પેટા ગલીઓમાં વરસાદી પાણી ઘૂંટણ સુધીના ભરાયા હતાં. આને કારણે ઉદ્યોગકારોને આર્થિક નુકસાન થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application