ભરૂચ જિલ્લો ગુજરાત રાજયમાં વિપુલ પ્રમાણમાં કેમીકલ કારખાના ધરાવતો જિલ્લો છે. કેમીકલ કારખાનાઓમાં ઝેરી કેમીકલ, ગળતર, આગ, ધડાકા વગેરે જેવા બનાવો બનવાની શકયતાઓ વધુ પ્રમાણમાં રહેલ છે. આવા બનાવોના સમયે કારખાના ધ્વારા પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાની જરૂરીઆત રહે છે.
નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થય- ભરૂચ કચેરીના અધિકારીઓ શ્રી એસ.પી.પાઠક, મદદનીશ નિયામક, ઔ.સ.સ્વા.- ભરૂચ અને વાય.એમ.પટેલ મદદનીશ નિયામક, ઔ.સ.સ્વા.- ભરૂચની હાજરીમાં જી.આઇ.ડી.સી- પાનોલીમાં આવેલા કેમીનોવા ઇન્ડિયા લી. ( ઇન્ટર મીડીયેટ ડીવીઝન ) કારખાનામાં ઓનસાઇટ મોકડ્રીલનું તાજેતરમાં આયોજન કરવામાં આવેલ.
મોકડ્રીલના સીનારીયો તરીકે કંપનીના કલોરીન સ્ટોરેજ એરીયામાં કલોરીન ( ઝેરી ) ગેસ લીકેજ થયેલ તેમ દર્શાવવામાં આવેલ. આ લીકેજને કારણે કારખાનાના ઇમરજન્સી રીસ્પોન્સ ટીમ તથા અન્ય શ્રમયોગીઓ ધ્વારા સલામતી સાધનો, એમોનિયા ટોર્ચ તથા કલોરીન લીકેજ એરેસ્ટેડ કીટ વિગેરેની મદદથી કંટ્રોલ કરવામાં આવેલ. વધુમાં આ સમયે કારખાનાના અન્ય કર્મચારીઓ, શ્રમયોગીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મોકડ્રીલ સફળ રીતે પૂર્ણ થયા બાદ મોકડ્રીલના ઓબ્ઝર્વેશન અંગેની મીટીંગ યોજાઇ હતી. તેમ નાયબ નિયામક, ઔધોગિક સલામતી અને સ્વાસ્થય, ભરૂચની કચેરીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500