રાજ્યમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થામાં નાગરિકો-લોકોને રેશનકાર્ડની કામગીરીને સ્પર્શતી સેવાઓ ખૂબ ઝડપી અને સરળતાથી મળી રહે તે માટે આવી સેવાઓ માટે નિશ્ચિત સમયમર્યાદા નિયત કરવામાં આવી છે. તદ્દઅનુસાર, નવા રેશનકાર્ડ માટેના ફોર્મ નં.ર નો ૧પ દિવસમાં નિકાલ કરાશે. એટલું જ નહિ, રેશનકાર્ડમાં નામ દાખલ કરવાની, નામ રદ કરવાની, નામમાં કે સરનામામાં સુધારા-વધારા કરવાની એમ ત્રણેય બાબતો માટેની પ્રક્રિયા જે દિવસે આ અંગેના નિયત ફોર્મ મળે તે જ દિવસે કરી દેવાશે.
આ ઉપરાંત, રેશનકાર્ડ ધારકના કુટુંબના વિભાજનથી અલગ રેશનકાર્ડ મેળવવા અંગેની નિયત અરજી અને રેશનકાર્ડ-ધારકના પાલક-વાલીની નિમણૂંક માટેના ફોર્મ તથા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવાની અરજીઓ એમ ત્રણેયનો નિકાલ સાત દિવસમાં કરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500