Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવાપુરથી-સુરત લઇ જવાતો દારૂ સાથે એક આરોપીને સોનગઢ પોલીસે ઝડપી પાડ્યો,બે વોન્ટેડ

  • August 22, 2020 

મહારાષ્ટ્રના નવાપુર માંથી રીક્ષામાં સુરત લઇ જવાતો દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં સોનગઢ પોલીસને સફળતા મળી છે,

 

મળતી માહિતી અનુસાર તા.21મી ઓગસ્ટ નારોજ સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ સી.કે.ચૌધરીની સુચનાથી પીએસઆઈ ચૌધરી અને હેડકોન્સ્ટેબલ સરજીતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ વોચમાં હતા  તે દરમિયાન સોનગઢ ના જેસિંગપુરા ટેકરા પાસે નેશનલ હાઇવે નંબર 53 ઉપરથી એક રીક્ષા નંબર જીજે/05/બિયું/8975 ઝડપી પાડી તેમાં તપાસ કરતા રીક્ષા માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ટેંગો દેશી દારૂ સૌફ ડીલક્ષ 90 મિલીની બાટલી નંગ 547 જેની કી.રૂ.16,410/- નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

 

પકડાયેલ આરોપી રાજકુમાર કાલિકાપ્રસાદ યાદવ રહે, ગંગોત્રી નગર,બમરોલીરોડ પાંડેસરા-સુરત મૂળ રહે,મંગારી થાના બીકાપોર જી.ફેજાબાદ-ઉતરપ્રદેશ નાને ઇમરાનખાન અને શકીલબાનું બંને રહે,ભેસ્તાન-સુરત નાઓને સુરતથી ભાડે લાવી નવાપુરથી દારૂનો જથ્થો ભરાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું, આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈની ફરિયાદના આધારે ઈંગ્લીશદારૂ અને રીક્ષા મળી કુલ રૂ,66,410/-નો મુદ્દામાલ જપ્ત કરી રાજકુમાર કાલિકાપ્રસાદ યાદવ વિરુદ્ધ ગુનો દાખલ કરી ઇમરાનખાન અને શકીલબાનું બંને રહે,ભેસ્તાન-સુરત નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.આગળની વધુ તપાસ સોનગઢ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application