કાતિલ કોરોના ના કહેર વચ્ચે નવા 9 કેસ સામે આવ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર તા21મી ઓગસ્ટ નારોજ જીલ્લામાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા છે. જેમાં વાલોડ તાલુકામાં 3,વ્યારા તાલુકામાં 4, કુકરમુંડા અને સોનગઢમાં 1-1 કેસ મળી કુલ 9 કેસ સામે આવ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 245 પર પહોંચી ચુક્યો છે.જયારે કોરોનાથી આજદિન સુધી કુલ 16 દર્દીઓના મોત નિપજ્યા છે. તા.21મી ઓગસ્ટ નારોજ વધુ 8 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે.કુલ 202 દર્દીઓ ડીસ્ચાર્જ થયા,હાલ 27 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તાપી જીલ્લામાં કોરોનાના કેસ ક્યાં-ક્યાં નોંધાયા ?? એક નજર કરીએ
(૧) ૩૩ વર્ષિય પુરુષ-બેડકુવા, વાલોડ,(૨) ૩૩ વર્ષિય પુરુષ-દાદરી ફળીયુ, વ્યારા ,(૩) ૪૭ વર્ષિય મહિલા-ટાઉનશીપ, અણુંમાલા, વ્યારા ,(૪) ૪૦ વર્ષિય પુરુષ-વિપુલ પાર્ક, વ્યારા, (૫) ૩૧ વર્ષિય પુરુષ-સદગવાણ, કુંકરમુડા, (૬) ૨૪ વર્ષિય પુરુષ-ટાઉનશીપ, અણુંમાલા, વ્યારા , (૭) ૬૧ વર્ષિય પુરુષ-પંચવટી સોસાયટી, વાલોડ ,(૮) ૩૦ વર્ષિય મહિલા-પંચવટી સોસાયટી, વાલોડ,(૯) ૪૯ વર્ષિય પુરુષ-હનુમાન પાર્ક ગુંણસદા, ઉકાઇ-સોનગઢ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500