તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:શાકભાજી,દૂધ,પેટ્રોલ ડીઝલ સહિત જીવનજરૂરી વસ્તુઓમાં ભાવ વધારો થયો છે.જેને લઈને સામાન્ય લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.ત્યારે આજરોજ કોંગ્રેસે આ ભાવ વધારાને લઈને સોનગઢનગરમાં રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું.કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ શાકભાજી,પેટ્રોલ-ડીઝલ,રસ્તા પર ફેંકી વિરોધ વ્યક્ત કર્યો હતો.
સોનગઢ નગરમાં આજરોજ તાલુકા પંચાયત કચેરી સામેથી કોંગી અગેવાનો અને મહિલાઓ ભારે સુત્રોઉચ્ચાર સાથે રેલી કાઢી શાકભાજી,પેટ્રોલ,ડીઝલ,દૂધ ના ભાવ વધારાને લઈને વિરોધ પ્રદર્શન કર્યો હતો.શાકભાજી,દૂધ તેમજ પેટ્રોલ-ડીઝલમાં થયેલા અસહ્ય ભાવ વધારાને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.કોંગ્રેસે રસ્તા ઉપર શાકભાજી,પેટ્રોલ,ડીઝલ ફેંકી ભારે વિરોધ કર્યો હતો.કોંગ્રેસ દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવતા લોકોને પડતી મુશ્કેલી બાબતે ફરી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય રોટલો શેકવાની પરંપરા આગળ વધી રહી છે જેને લઈને સામાન્ય લોકોના પ્રશ્નો ફરી કોરાણે મુકાઈ તેવું લોકો માની રહયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500