Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ ડેમ માંથી તાપી નદીમાં 1 લાખ 76 હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યું

  • August 21, 2020 

ઉકાઈ ડેમ ના ઉપરવાસમાં પડેલ વરસાદ ને લઈ ડેમમાં પાણી ની આવક થતા તા.20મી ઓગસ્ટ નારોજ ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ ના 22 દરવાજા પૈકી 16 દરવાજા ખોલી તાપી નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે.

 

હવામાન વિભાગ ની આગાહી વચ્ચે પડી રહેલા વરસાદ ને પગલે ઉકાઈ ડેમ માં પાણી ની આવક થતા ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ નું રુલ લેવલ જાળવવા ડેમ ના 22 દરવાજા પૈકી, 16 ગેટ 6 ફૂટ ખોલી કુલ 16 દરવાજા વાટે 1 લાખ 76 હજાર કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે,  જેને લઈ તાપી નદી ની આસપાસ આવેલ ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ઉકાઈ ડેમની સપાટી પર એક નજર કરીએ તો તા.20મી ઓગસ્ટ નારોજ સાંજ ના 6:00 વાગ્યા સુધી ઉકાઈ ડેમની સપાટી 333.57 ફૂટ પર પહોચી છે. જયારે ડેમમાં પાણી આવક 89705 કયુસેક છે. તેની સામે 1,76,227 કયુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application