ઉકાઈ ડેમ ના ઉપરવાસમાં પડેલ વરસાદ ને લઈ ડેમમાં પાણી ની આવક થતા આજરોજ સવારે ૭:૦૦ વાગ્યા સુધી ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ ના ૨૨ દરવાજા પૈકી ૧૫ દરવાજા ખોલી તાપી નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે.
સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાત માં હવામાન વિભાગ ની આગાહી વચ્ચે પડી રહેલા વરસાદ ને પગલે ઉકાઈ ડેમ માં પાણી ની આવક થતા ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ નું રુલ લેવલ જાળવવા ડેમ ના ૨૨ દરવાજા પૈકી ,૧૫ દરવાજા ૬ ફૂટ ખોલી ૧૬૬૭૯૩ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ,જેને લઈ તાપી નદી ની આસપાસ આવેલ ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.ઉકાઈ ડેમની સપાટી પર એક નજર કરીએ તો આજરોજ સવારે ૭:૦૦ કલાકે ઉકાઈ ડેમની સપાટી ૩૩૪.૦૧ ફૂટ પર પહોચી છે.જયારે ડેમમાં પાણી આવક ૧૨૩૫૩૩ કયુસેક છે. તેની સામે ૧૬૬૭૯૩ કયુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application