સુરત:પાંડેસરા વિસ્તારમાં આવેલી સાલું ડાઈંગ મીલમાં મોડીરાત્રે ચોથા માળનો સ્લેબ તૂટી પડ્યો હતો.જેથી મીલમાં આગ લાગી હતી.આગની ઝપેટમાં અનેક લોકો આવી જતાં મોડીરાત્રે સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જ્યારે ઇમરજન્સી સેવા ૧૦૮ની મદદથી તમામ દર્દીઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતાં.ફાયરબ્રિગેડ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી સાલું નામની ડાઈંગ મીલમાં મોડીરાત્રે બે ચોથા માળનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો.મીલમાં કામ કરતાં મજૂરો કંઈ સમજે વિચારે એ અગાઉ આગ ફાટી નીકળી હતી.આગ એટલી પ્રચંડ હતી કે મીલમાં કામ કરતાં મજૂરો પૈકી ૧૮ જેટલા મજૂરો આગની ઝપેટમાં આવી ગયા હતાં.સાથે જ મજૂરો અંદરની સાઈડમાં ફસાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અને ફાયરબ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી.ફાયર બ્રિગેડના કાફલાએ લોકોને બચાવવા માટે મીલની દિવાલ તોડીને રેસ્ક્યુ કર્યું હતું.૧૦૮ ની ટીમ સતત ખડેપગે રહી હતી.સાથે સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી કોલ જાહેર કરી દેવાતા અડધી રાત્રે સિવિલ હોસ્પિટલમાં નર્સ તબીબ સહિતનો સર્વન્ટ સ્ટાફ એલર્ટ થઈ ગયો હતો.અને તાત્કાલિક ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application